મહારાષ્ટ્રમાં ચાલી રહેલા રાજકીય ઘમાસાણ વચ્ચે શિવસેનાના બળવાખોર જૂથના નેતા એકનાથ શિંદેને મોટી રાહત મળી છે. સુપ્રીમ કોર્ટે ડેપ્યૂટી સ્પીકરની નોટિસ પર 11 જુલાઈ સુધી રોક લગાવી દીધી છે. જેને ઉદ્ધવ ઠાકરે સરકારના નેતૃત્વ વાળા શિવસેના માટે મોટો ફટકો માનવામાં આવી રહ્યો છે. <br /> <br />બીજી તરફ ગુજરાતમાં આ વર્ષના અંતમાં યોજાનારી વિધાનસભા ચૂંટણી પગલે સુરતમાં નેતાઓની બેઠકોનો ધમધમાટ શરૂ થઈ ગયો છે. આજે ગૃહમંત્રી હર્ષ સંઘવી દ્વારા સર્કિટ હાઉસ ખાતે અધિકારીઓની બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું.